________________
PARENTING
૩૧૫
મારી લાડલી, એક વાર કેટલાક ટિચર્સ સાથે મારી મિટિંગ થઈ હતી, એમણે કહ્યું કે આપણે ત્યાં એવી કહેવત હતી – સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે ધમ ધમ. પણ હવે એવો કાયદો છે કે અમે કોઈ છોકરાને ફક્ત એક ટપલી મારીએ, તો ય અમને જેલની સજા થઈ શકે. તો પછી અમને ય શું પડી છે? છોકરાઓને ભણવું હોય તો ભણે ને ન ભણવું હોય તો કાંઈ નહીં.” Understood my daughter ? પછી માસ્તર મારે ય નહીં ને ભણાવે ય નહીં એવો ઘાટ ઘડાય. બેટા, કડવી દવા મા પાય, બાકી બધા ચણાના ઝાડ પર ચડાવે. જો મા પણ મીઠી થવા જશે સારી લાગવા જશે સારું લગાડવા જશે