________________
૩૧૬
લવ યુ ડોટર ને મોહવશ થઈને જરૂરી સંસ્કારસિંચનની ઉપેક્ષા કરશે. તો ખરા અર્થમાં એ સંતાનની દુશ્મન જ બનશે. माता शत्रुः पिता वैरी, येन बालो न पाठितः । न शोभते सभामध्ये, हंसमध्ये बको यथा ॥ તે માતા શત્રુ છે અને તે પિતા વેરી છે, જેમણે બાળકને સાચું શિક્ષણ નથી આપ્યું. જેમ હંસના ટોળામાં કાગડો ન શોભે તેમ તે બાળક સભામાં શોભતો નથી. બેટા, આપણે શ્રીમંત હોઈએ તો બાળકને શ્રીમંતાઈનો અણસાર ન આવવો જોઈએ. શ્રીમંત સંતાનો ઘણી વાર ખૂબ જ ઉર્ફેખલ, બેખબર, ઔચિત્યના અપાલક, જાતીય વાસનાથી પીડિત, લબાડ અને મવાલી જેવા થઈ જતા હોય છે. મહંમદ બેગડાની એક બેગમ હતી – સરાઈ. એનો દીકરો આબાજાના વધારે પડતા લાડકોડમાં વંઠી ગયો હતો. એક વાર એણે એક ખેડૂતની દીકરી પર જુલમ કર્યો. ખેડૂત રાજદરબારમાં આવ્યો.