________________
૩૧૪
લવ યુ ડોટર ને એનું ઘડતર કરતાં કરતાં જરૂર પડે તો એને માર પણ મારવો. અને જયારે દીકરાને સોળમું વર્ષ બેસે ત્યારે એની સાથે એક મિત્ર જેવો વ્યવહાર કરવો. My dear, ખરા સમયે જેઓ ગાડી ચૂકી ગયા હોય તેમને આખી જિંદગી રડવાનું અને પસ્તાવો કરવાનું જ બાકી રહે છે પાંચ વર્ષથી ઉપરના સંતાનને લાડ લડાવવા અને એને સંસ્કારશિક્ષણ આપવામાં ઉપેક્ષા કરવી એ એક જાતની આત્મહત્યા કરવા બરાબર છે અને કરાવવા બરાબર છે. ચાણક્ય કહે છે – लालनाद् बहवो दोषा - स्ताडनाद् बहवो गुणाः । तस्मात् पुत्रं च शिष्यं च, ताडयेन्न तु लालयेत् ॥ લાડ લડાવવાથી ઘણાં નુકશાન થાય છે અને માર મારવાથી ઘણાં લાભો થાય છે. માટે પુત્રને અને શિષ્યને માર મારવો પણ લાડ ન લડાવવાં.