________________
૨૯૨
લવ યુ ડોટર
આપણી ખાનદાનીનું જતન કરવું
કે એને ફગાવી દેવી
એ આપણે નક્કી કરવાનું છે.
My dear,
પ્રકૃતિના દરેક તત્ત્વ
ત્યાં સુધી કે ચંદ્ર, સૂર્ય અને તારા પણ
કોઈ ને કોઈ ‘નિયમ’ મુજબ ચાલે છે.
નિયમ વિનાનું જીવન
એ જીવન નથી.
બેટા,
ક્રિકેટ, ફૂટબોલ, પકડાપકડી વગેરે
કોઈ પણ રમતમાં
ચોક્કસ નિયમો હોય છે.
જેમનું પાલન કર્યા વગર તે તે ૨મત રમવી અશક્ય બની જાય છે.
જો રમતમાં પણ નિયમની જરૂર હોય.
તો જીવનની શું વાત કરવી ?
મારી વ્હાલી,
આજની દુનિયા જેને Freedom કહે છે. એ સ્ત્રી કે પુરુષ
બંને માટે જોખમી છે.
એમાં પણ
સ્ત્રી માટે વધારે જોખમી છે.
કારણ કે એનામાં રહેલું સહજ સૌન્દર્ય
અને એનામાં રહેલી કોમળતા