________________
૨૯૦
લવ યુ ડોટર
સ્વૈર વિહારને કારણે
આપણી પ્રાચીનતમ વ્યવસ્થાના
મોંઘા સંસ્કારોનું હનન થયું છે.
જેમાં આખરે શોષણ સ્ત્રીનું જ થાય છે.
સ્વતંત્રતાના નામે
સ્વચ્છંદતા આચરનાર સ્ત્રી
છેવટે તો દુ:ખી દુ:ખી જ થાય છે.
આજની નારીને
ઘુમટામાં બંધન લાગ્યું,
એણે ઘુમટો ફગાવી દીધો.
પણ એ ઘુમટો તો એની સુરક્ષા હતી,
એ એના વિકાસમાં અવરોધક ન હતો.
પણ એના પર નજર બગાડનારાઓ માટે અવરોધક હતો.
જેમ જેમ ઘુમટાઓ ઘટતા ગયા.
તેમ તેમ નારી વધુ ને વધુ પરેશાન થતી ગઈ.
એની સતામણીના આંકડા ભયજનક રીતે વધતા ગયા
અને આજે સ્થિતિ એ આવી છે,
કે ઘરની બહાર નીકળેલી સ્ત્રી
દરરોજ થોડી થોડી વધુ અસલામત થતી જાય છે.
રોજ સૂરજ ઉગે એની પહેલા
હજારો નારી કોઈ નરાધમોના હાથે
ચૂંથાઈ ગઈ હોય છે.
This is the cost of the freedom.
મારી વ્હાલી,
ઇન્ડિપેન્ડેન્સ ન જ હોવું જોઈએ એવું નથી.