________________
૨૮૬
લવ યુ ડોટર જયાં સુધી નળનું મિલન નહીં થાય ત્યાં સુધી હું દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને તળેલી વસ્તુઓ નહીં ખાઉં, રંગીન કપડાં નહીં પહેરું. પાન નહીં ખાઉં, મેક-અપ નહીં કરું અને અલંકારો નહીં પહેરું.
હિતશિક્ષા-છત્રીશીમાં આ જ વાત કહી છે. નિજ ભરતાર ગયો દેશાવર તવ શણગાર ન ધરીએજી, જમવા નાતિ વચ્ચે નવ જઈએ દુર્જન દેખી ડરીએજી. (ડરીએ = એનાથી ખાસ દૂર જ રહીએ.)
દલપત્ત પિંગલના શબ્દો છે. શશિ ! શા શણગાર હવે સજવા? ગુણવંત પતિ પરદેશ ગયા.
મારી વ્હાલી, ખાનદાન નારીની આ એવી વિશેષતા છે જેનાથી એના પતિનો એના પરનો પ્રેમ અનેકગણો થઈ જાય છે. એક નારી માટે એના પતિના પ્રેમના ગુણાકારોનો સીધો અર્થ એના સુખના ગુણાકારો જ છે.