________________
WIFEHOOD
૨૮૫
- આટલી વસ્તુઓ જેના પતિ બહારગામ ગયા હોય તે નારીએ ન કરવી જોઈએ.
આ વિધાનની પાછળ રહેલી વૈજ્ઞાનિકતા સમજવા જેવી છે. પતિ જ્યારે દૂર છે. એ સમયે જો નારી આ મુજબ વર્તે તો એના પોતાના મનની પવિત્રતા પણ જળવાઈ રહે. અને કોઈનું મન એના પર ન બગડે. આ બંને લાભથી એ નારીનું શીલપાલન સરળ થઈ જાય : ત્રીજો લાભ એ પણ છે. કે પતિની ગેરહાજરીમાં પણ બની-ઠનીને ફરતી સ્ત્રી જોઈને કોઈને પણ તેના ચારિત્રમાં શંકા પડી શકે, ઉપરોક્ત સંયમપાલનથી એવી બદનામીમાંથી પણ એ બચી શકે. મારી વ્હાલી, એક ખાનદાન નારીનું સૌંદર્ય, એનો શણગાર એ બધું જ એના પતિના માટે હોય છે. Make-up ના Pointમાં આપણે આ વાત જોઈ જ ગયા છીએ. માટે જ જયારે નળનો વિયોગ થયો. ત્યારે દમયંતીએ આવી જ પ્રતિજ્ઞા લીધી હતી. विकृती रक्तवासांसि, ताम्बूलं च विलेपनम् । भूषां च न गृहीष्यामि, नलस्य मिलनावधेः ॥