SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ • ટેકો દઈને ન ખાવું • ૨૫ : પાચનતંત્રની સક્રિયતા માટે આ જરૂરી છે. આજે ટેબલ-ખુરશીનું ચલણ વધ્યું છે, તેમ રોગો પણ વધ્યાં છે. સ્વસ્થ, ટટ્ટારપણે પલાંઠી વાળીને શાંત ચિત્તે જમવું એ સારા આરોગ્ય માટે ખૂબ ઉપયોગી છે. ♦ મૌનપણે ખાવું DIET શરીર-વસ્ત્રની શુદ્ધિપૂર્વક ખાવું : હાથ-પગ ગંદા હોય અને વસ્ત્રો મેલાં હોય, એવી સ્થિતિમાં ખાવાથી સ્વાસ્થ્ય કથળે છે. : બોલતી વખતે આપણા શરીરનો વાયુ ઉર્ધ્વગતિ કરે છે અને ખાતી વખતે નીચે ગતિ કરે છે. માટે ખાતાં-ખાતાં બોલવાથી ખોરાક બરાબર ઉતરી શકતો નથી. ઉધરસ આવે છે. પાચનક્રિયા બગડે છે. કોઈ ખાતાં ખાતાં બોલતું હોય, એ જોવું અને સાંભળવું પણ બેહુદું લાગે છે. One more reason, શબ્દ એ જ્ઞાન છે. એંઠા મોઢે બોલવાથી જ્ઞાનનું અપમાન થાય છે. માટે જ આપણી સંસ્કૃતિામં કહ્યું છે - भुञ्जते केवलं पापं, यो न मौनेन મુન્નતે । જે મૌનપૂર્વક નથી જમતો, તે પાપ જ જમી રહ્યો છે. • માતા-પિતા આદિને જમાડીને જમવું ઃ માતા, પિતા, બાળક, ગર્ભવતી સ્ત્રી, વૃદ્ધ અને રોગી આટલા જણને જમાડીને પછી ભોજન કરવું જોઈએ. ભોજન કર્યાં પહેલાં આપણને આશ્રિત નોકર-ચાકરો અને આપણે પાળેલાં
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy