________________
૨૪
લવ યુ ડોટર દાંતનું પૂરેપૂરું કામ જો દાંત નહીં કરે, તો એક દિવસ હોજરી જવાબ આપી દેશે.
ટી.વી. જોતાં જોતાં, મોબાઇલ કે લેપટોપ ચલાવતાં ચલાવતાં, રિડીંગ કરતાં કરતાં ખાવું, એ હાથે કરીને પાચનતંત્રને ડિસ્ટર્બ કરવાનો રસ્તો છે. તમારું મન ક્યાંક બીજે છે અને તમે કોઈ બીજું કામ કરી રહ્યા છો, તો એ કામમાં ગોટાળાં થવાનાં જ છે. મારી વ્હાલી, That's possible કે તારો Interest જોઈને હું કે તારી મમ્મી તને રોકીએ નહીં. દાદા કે બા તને ટોકે, તો ય તું અટકે નહીં,
But,
જ્યારે તારું Body જ તારી opposeમાં હશે. ત્યારે તું શું કરીશ? Be wise my daughter. એક સમયે એક કામ.
How? ના ઘણા બધાં factors છે. • ખુલ્લામાં ન ખાવું : આકાશમાંથી સૂક્ષ્મ જીવાણુઓ,
રજકણો વગેરે તો પડતાં જ હોય છે, પણ સમડી જેવા પંખી સાપને પકડીને લઈ જતાં હોય, એ સાપનું ઝેર નીચે પડ્યું હોય અને ભોજનમાં Mix થઈને એ ઝેરે કોઈનો જીવ લીધો હોય, એવી પણ ઘટના બની છે.