________________
૨૩
DIET ત્યાંના લોકોનું શરીર આપણા કરતાં ત્રણ ગણું મજબૂત. જાડી રોટલી અને છાશ એ તેમનો મુખ્ય ખોરાક. યા એ લોકો શાક ખાતાં જ નથી અને યા તો ચટણી જેટલું જ શાક ખાય છે. મેં માર્ક કર્યું, કે એ લોકોમાં ચમાવાળાનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. મને તરત જ નીતિવાક્યામૃતનું એક સૂત્ર યાદ આવી ગયું. सर्वे शाका दृष्टिहराः । બધાં શાકો આંખોની રોશનીને ઓછી કરી દે છે. My dear, દુનિયા કદાચ સાંભળેલી વાત કહેતી હશે, હું તને આંખે જોયેલું કહું છું. આધુનિક વિજ્ઞાન રોગોના ખરા મૂળ પકડી પાડે. ત્યાં સુધીમાં લોકો એ રોગોનો ભોગ બની જતાં હોય છે. હેલ્થ કે સ્ટ્રેન્થ બંને દૃષ્ટિએ શાક સારું નથી. शाकेन वर्धते मलम् । શાકથી મળ વધે છે. ખરીદવાનો ખર્ચ, રાંધવાનો શ્રમ, આંતરડાંઓનો પરિશ્રમ અને મળનું ઉત્પાદન This is the shak-story.
Number 4 - How ? કોઈએ સરસ વાત કરી છે. Eat water, drink food. પાણી એટલું ધીમે ધીમે પીવો કે જાણે એને જમતાં હો. ખોરાક એટલો ચાવીને ખાઓ કે એને ગળે ઉતારો ત્યારે એ પ્રવાહી જેવો બની ગયો હોય. બેટા, હોજરીમાં દાંત હોતા નથી.