________________
લવ યુ ડોટર એટલે દોષનો ટોપલો નાંખવા માટેના કારણો શોધી કાઢીએ છીએ. મહાભારતની એક ઘટના છે - યક્ષપ્રશ્ન. યક્ષ યુધિષ્ઠિરને પ્રશ્ન કરે છે – શેડરુ ? કોણ નીરોગી રહે છે ? યુધિષ્ઠિર જવાબ આપે છે – હિતમુ જે હિતકારી ભોજન લે. મિતમુ જે પરિમિત ભોજન લે. અશમુદ્ જે શાક ન ખાય. આ ત્રણ નિયમો પાળે તે નીરોગી રહે છે.
ચાણક્યનીતિમાં કહ્યું છે – શફ્રેિન સેવા વર્ષને . શાકથી રોગો વધે છે. મજાની વાત તો એ છે કે આ બધી વાત સારી જગ્યાએ સારા પાણીથી બનાવેલા શાકોની છે. શહેરોમાં ગટરોમાં સાવ જ ગંધાતા પાણી અને ગંદકીઓ દ્વારા શાકો ઉગાડવામાં આવતાં હોય છે. એ શાકોની અસરો જાણવા માટે કદાચ નવેસરથી સંશોધન કરવાની જરૂર છે.
મારી વહાલી, તે કદી રોડ પર ખોદકામ કરતાં કે મકાનોનું બાંધકામ કરતાં મજૂરોને જોયા છે? એમના શરીર કેટલા સશક્ત હોય છે ! એમનું એક સદ્ભાગ્ય એવું છે, કે શાક એમને પોસાતાં જ નથી. રોટલી કે રોટલા સાથે ચટણી કે મરચું... આમાં એમનું આખું ભોજન આવી ગયું. હું રાજસ્થાનમાં મારવાડ પ્રદેશમાં ગયો હતો,