________________
૨૬
તડકામાં ન ખાવું
♦ અંધારામાં ન ખાવું
• ઝાડ નીચે ન ખાવું
♦ નિર્વસ્ત્રપણે ન ખાવું
♦ ભીના કપડે ન ખાવું
લવ યુ ડોટર
ખૂબ આસક્તિથી ન ખાવું
પશુ-પંખીઓ જમ્યા કે નહીં, એ પણ જોવું જોઈએ.
: સીધાં સૂર્યકિરણોમાં ખાવું એ આરોગ્ય અને નીતિથી વિરુદ્ધ છે.
: ભોજન બરાબર દેખાય નહીં એ રીતે ખાવું એ જીવદયાનો ત્યાગ છે અને સ્વાસ્થ્યનો જુગાર છે.
: ઝાડમાં જીવ-જંતુથી માંડીને સાપ સુધીના પ્રાણીઓ રહેલા હોઈ શકે. ઉપરથી ડાળી-ડાળખાં કે પંખીઓની ગંદકી પડી શકે. માટે ઝાડ નીચે ન ખાવું જોઈએ.
:
આ દશામાં સ્નાન પણ ઉચિત નથી. આ દશાથી વીર્યશક્તિને ધક્કો પહોંચે છે. મન ક્ષોભિત થાય છે, એકાગ્રતા, યાદશક્તિ અને બુદ્ધિશક્તિ ઘટે છે. માટે આપણી સંસ્કૃતિમાં એવું કહ્યું છે કે સ્નાન કરતી વખતે પણ આંશિક વસ્ત્રો પહેરવા જોઈએ . નિર્વસ્વદશામાં ચોક્કસ પ્રકારનું શારીરિક અને માનસિક પરિવર્તન આવે છે, માટે એ દશામાં લીધેલું ભોજન બરાબર પચતું નથી.
: ભીનાં વસ્ત્રો રક્તપરિભ્રમણ અને શારીરિક ધાતુઓ પર ખાસ અસર કરે છે. માટે તે સમયે શરીર ભોજન કરવાને યોગ્ય હોતું નથી.
: રુચિપૂર્વક ખાવું અને પાગલ બનીને ખાવું એ બંનેમાં ફરક છે. સ્વાદની લોલુપતા મનની સ્વસ્થતાને તો ખોરવે જ છે, ભોજનનું પ્રમાણ પણ જાળવવા