________________
શ્રીકૃષ્ણ કુંતી પાસે આવ્યા.
બધી વાત કરી
અને પૂછ્યું,
WIFEHOOD
“આપના પુત્રોને કોઈ સંદેશ આપવો છે ?’
કુંતીએ જે જવાબ આપ્યો
તે આજે પણ મહાભારતના ઉદ્યોગપર્વના
૧૩૭મા અધ્યાયના વીશમા શ્લોકમાં અંકિત છે -
“હે પુત્રો ! તમે સહુ દ્રૌપદી જે કહે
તેની ઉપર પૂરતું ધ્યાન આપજો
અને એની જે કાંઈ ઇચ્છા હોય, એ પ્રમાણે કરજો.’’
તે પત્ની જે હિત ચહે પતિનું પવિત્ર. કુંતીને ખબર હતી
કે દ્રૌપદી ખરા અર્થમાં પત્ની છે. પૂર્ણ પત્ની.
પુત્રોની સૌથી નાજુક પળોમાં
કુંતી એમને જે સંદેશ આપે છે.
તેમાં દ્રૌપદીનું complete wifehood ઝળકી ઉઠે છે.
એના અભેદનો આ પ્રતિભાવ હતો.
જો કે
એને પ્રતિભાવની કોઈ જ અપેક્ષા ન હતી.
અભેદમાં કદી અપેક્ષા હોતી જ નથી.
લક્ષ્મણજીની પત્ની ઉર્મિલા.
એક વાર એ ધ્યાનમાં બેઠી હતી.
૨૭૩