________________
૨૭૨
લવ યુ ડોટર
એમની એ બધી જ અપેક્ષાઓને
આપ પૂરી કરો.
આ ઉપરાંત આપના મનમાં પણ
જે કંઈ મનોરથો હોય.
તે બધાં પૂર્ણ થાય
એવી મારી મંગલકામના છે.”
Mark my dear,
દ્રૌપદી પોતાની કોઈ જ ઇચ્છાની
કોઈ જ વાત કરતી નથી.
પતિ પોતાની માતાની અપેક્ષાઓ પૂર્ણ કરે
અને પોતાની મનોકામનાઓને પૂરી કરે
એમાં દ્રૌપદીનું બધું જ સુખ સમાઈ જાય છે.
આને કહેવાય
એકમેકમાં ભળી જવાની ઘટના.
આનું નામ wifehood. નીતિ-શતકમાં આ જ વાત કરી છે -
સર્તને ખુશ કરે પિતુ તે જ પુત્ર, તે પત્ની જે હિત ચહે પતિનું પવિત્ર;
તે મિત્ર આપદ-સુખે સરખો રહે જે, છે પુણ્યશાળી જગમાં ત્રણ મેળવે જે. (૬૦)
શ્રીકૃષ્ણની ભાવના હતી કે યુદ્ધ ન થાય, એ માટે એમણે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન સાથે વાટાઘાટો કરી,
પણ એ વાટાઘાટો નિષ્ફળ ગઈ.
યુદ્ધના ભણકારા વાગવા લાગ્યા. હસ્તિનાપુરથી વિદાય લેતા પહેલા