SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ લવ યુ ડોટર કોઈ દેવતા એની સમક્ષ પ્રગટ થયા. કંઈક વરદાન માંગવા કહ્યું. ઉર્મિલાને કશું જ જોઈતું નથી. દેવતાનો આગ્રહ વધતો જાય છે. છેવટે ઉર્મિલા એક અનોખું વરદાન માંગે છે. જંગલમાં મારા પતિ એમના મોટાભાઈની સેવા કરતાં કરતાં મને યાદ ન કરી બેસે એવું કરજો' પતિને અનુકૂળ થવા માટે ઉર્મિલાએ વનવાસમાં સાથે જવાનો આગ્રહ ન રાખ્યો એ તો હજી કદાચ સમજાય છે. પણ પતિને અનુકૂળ થવાની આટલી પરાકાષ્ઠાની વૃત્તિ...!!! કદાચ એક પત્ની જ એને સમજી શકે. આનું નામ અભેદ. સ્ત્રીને લક્ષ્મી કહેવાય છે. તે આવા ગુણોના કારણે જ. દક્ષસ્મૃતિમાં કહ્યું છે – અનુવકૂના વૈવીવુઈ, જે અનુકૂળ હોય, નિર્દોષ વાણી ધરાવતી હોય, રક્ષા સાથ્વી પતિવ્રતા કુશળ હોય, સતી હોય અને પતિવ્રતા હોય, एभिरेव गुणैर्युक्ता એવા ગુણોવાળી સ્ત્રી લક્ષ્મી જ છે સ્ત્રી શ્રીરવ ર સંશય: છે એમાં કોઈ જ શંકા નથી. || ૪-૧ર //
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy