________________
WIFEHOOD
એવી સહેલી..એવો ડ્રેસ..એવો વિચાર...
જે તારી ભીતરની
આ ‘નારી’ને ખતમ કરી દે
એનાથી હંમેશા દૂર જ રહેજે.
જ્યાં જ્યાં
ભીતરની નારીનું મૃત્યુ થાય છે.
ત્યાં ત્યાં સુપર વુમન બનવાની લ્હાય જન્મ લે છે.
આ લ્હાય એને
ઘર અને કુટુંબના કેન્દ્રમાંથી નીકાળી દે છે.
પરિણામે એ વ્યક્તિ
બાહ્ય જગતમાં ફંગોળાઈ જાય છે.
ત્યાં એને શું મળ્યું ?
એનો જવાબ એને જીવનભર મળતો નથી.
પણ એટલો ખ્યાલ એને જરૂર આવી જાય છે. કે શાંત-પ્રસન્ન-સ્નેહસભર ગૃહજીવનની અધિષ્ઠાત્રી તરીકેનો એનો જે સંતોષ હોત, જે સુખ અને આનંદ હોત,
એને તેણે ગુમાવી દીધાં છે.
બેટા,
લેવડ-દેવડનું ગણિત
સંબંધોના સૌન્દર્યને નષ્ટ કરી દે છે.
અધિકારનો વિચાર સુદ્ધા પ્રેમમાં બાધક હોય છે.
કદાચ તને ખબર હશે.
પ્રાચીન સમયમાં અમુક ખાસ સમાજમાં
સતી થવાની પ્રથા હતી.
૨૬૩