________________
WIFEHOOD
૨૫૫
My dear I want to tell you the perfect wifehood. પાંડવો જયારે વનવાસમાં હતાં. ત્યારે એક વાર શ્રીકૃષ્ણ એમને મળવા ગયાં. એક બાજુ શ્રીકૃષ્ણ અને પાંડવોની મંત્રણા ચાલી રહી છે અને બીજી બાજુ સત્યભામા અને દ્રૌપદીનું મિલન થયું છે. સત્યભામા થોડા સંકોચ સાથે દ્રૌપદીને એક પ્રશ્ન કરે છે – “તમે પાંચે પતિને એક સરખી રીતે પ્રિય છો. તો એના માટેનો કોઈ મંત્ર-તંત્ર કે કોઈ વ્રત-વિધિ...?” દ્રૌપદીના ચહેરા પર એક હળવું હાસ્ય પથરાઈ જાય છે. સત્યભામા વિસ્મય અને જિજ્ઞાસા સાથે જોઈ રહે છે ને દ્રૌપદીના હોઠ ફફડે છે. “પતિ પોતાને આધીન રહે એવી ઇચ્છા કે પ્રયત્ન જે પત્ની કરે એનું પતિથી અંતર (Distance) વધે છે. એના પતિનું મન એના પરથી ઉઠી જાય છે. ઘરમાં સાપ ભરાયો હોય અને માણસ જેવો ભયભીત થઈ જાય, એવો ઉચાટ એને પણ થાય છે. પતિનો પ્રેમ મેં જીત્યો છે. તેના કારણો જુદા છે. હું ઘરના દરવાજા પર વારંવાર ઊભી રહેતી નથી.