________________
૨૫૬
લવ યુ ડોટર
પતિ વિના ક્યાંય હરવા-ફરવા જતી નથી,
પતિના મિત્રોનો હું સત્કાર કરું છું, પણ તેમની સાથે હસી હસીને
મજાક-મશ્કરી કરતી નથી.
હું અહંકાર કે ક્રોધને
મારા પર કબજો જમાવવા દેતી નથી.
સવારે હું વહેલી ઉઠું છું.
અને રાતે બધું ઘરકામ આટોપાઈ જાય
પછી શયનકક્ષમાં જાઉં છું.
પતિએ મારા પર વિશ્વાસ મુકીને જે વાત કહી હોય.
તે વાત હું કદી બીજાને કહેતી નથી.
કોઈ મારા પતિ વિષે ઘસાતું બોલે,
તો હું એને સાંભળતી નથી
અને પતિના સ્થાનને ખંડિત કરે
એવી કોઈ વાત હું કોઈને કરતી નથી. नैतादृशं दैवतमस्ति सत्ये !
सर्वेषु लोकेषु सदेवकेषु । यथा पतिस्तस्य त सर्वकामा નમ્યા : પ્રસાવાત્, પિતૠ હૅન્ચાત્ ॥ ॥ મહાભારત - વનપર્વ ૨૩૪-૨ ॥
सम्प्रेषितायामथ चैव दास्या मुत्थाय सर्वं स्वयमेव कार्यम् ।
હે સત્યભામા ! પતિ જેવા દેવ આખી દુનિયામાં કોઈ નથી, એમની કૃપાથી સર્વ ઇચ્છાઓ પૂરી થાય છે અને એમના કોપથી ઇષ્ટ વિદ્યાત થાય છે.
પતિ દાસીને કોઈ કામ આપે ત્યારે ઊભા થઈને તે કામ જાતે જ કરવું.