________________
૨૫૪
લવ યુ ડોટર સંસારમાં કેટલીક નારીઓ આવી હોય છે. સ્વકેન્દ્રિત... સ્વાર્થોધ... સ્વાર્થ માટે ઘર્ષણ કરનાર સ્વાર્થ તૂટતા તડ ને ફડ કરનારી આવી નારીઓ ઘરને નરક બનાવી દે છે. આ નરક ફક્ત એમના હસબન્ડ માટે જ નથી હોતું. એમના પોતાના માટે પણ હોય છે. unfortunately આપણે ત્યાં ઉપયોગી સ્ત્રી-શિક્ષણના નામે શૂન્યાવકાશ છે. પ્રી-સ્કુલથી માંડીને યુનિવર્સિટી સુધીના સિલેબસમાં જીવન-જરૂરી સ્ત્રી-શિક્ષણ છે જ નહીં. આની સજા સ્ત્રી-સહિત આખે-આખું ઘર ભોગવતું હોય છે.
છગનના દીકરાએ હોમવર્ક કરતાં કરતાં પ્રશ્ન કર્યો, “પપ્પા, હસબન્ડ એટલે શું?” છગને પહેલા આજુ-બાજુ જોઈ લીધું, ને પછી ધીમેથી જવાબ આપ્યો, “જેનું હસવાનું બંધ થઈ જાય, એ હસબન્ડ.” હોમવર્ક આગળ ચાલ્યું, દીકરાએ બીજો પ્રશ્ન કર્યો. પપ્પા, દંપતિ એટલે ?” છગને એવા જ ધીમા અવાજે જવાબ આપ્યો, જેમાં પતિનો દમ નીકળી જાય એ દંપતિ.”