________________
૨૩૬
લવ યુ ડોટર અને ખરી-ખોટી પ્રવૃત્તિઓનો ધસમસતો પ્રવાહ હોય છે. પરિવાર સાથે બેસવાની તેમને બિલકુલ ફુરસદ હોતી નથી. સહુ પોતપોતાની પ્રવૃત્તિમાં મશગૂલ હોય છે. જેમના માટે ઘર એટલે ફક્ત સૂવાનું. આમાં, સહવાસ તો છે પણ સહજીવન નથી. મારી વ્હાલી, સંવાદિતા એ ઘરની શોભા છે સમજણ એ ઘરની સલામતી છે. પ્રેમ એ ઘરનો તુલસીક્યારો છે બાળક એ ઘરનું હૃદય છે. સંતોષ એ ઘરની સુવાસ છે ગૃહિણી એ ખુદ ઘર છે. તને આ બધી વાતો કહેતાં કહેતાં ગૌરાંગભાઈ ઠાકરની પંક્તિઓ યાદ આવે છે. “કેવી રીતે મકાન ઘર થશે, દીકરીને એ રીતો હું જણાવું છું.”
છગન ને મગન ઘણા સમયે ભેગા થયાં. મગને છગનને કહ્યું, “અલ્યા, તું તો છ-આઠ મહિના બહાર ફરી આવ્યો. બહાર બધે ફરવાથી ઘણું જાણવા-શીખવા મળતું હોય છે. તે શું જાણું ?”