________________
HOME
લાડલી દીકરી,
I ask you a question
what's a home ?
તમે ઘર કોને કહો છો ?
જ્યાં ટપાલી પત્ર લાવે એ ઘર ?
જેનું બધાને નામ-ઠેકાણું આપી શકાય એ ઘર ?
No my daughter,
That's not enough. ઘર એ છે
જ્યાં તમે બધો જ ભાર ઉતારીને
‘હાશ’ કહી નિરાંત અનુભવી શકો. બેટા,
ઘર એ ઇંટ, ચૂનો, સિમેન્ટ નથી.
ઘરનો અર્થ છે કુટુંબ... સ્વજનો.
ઘરનો અર્થ છે સ્નેહ અને સમર્પણની શાળા.
પૃથ્વી જેમ પર્યાવરણથી ટકે છે.
તેમ ઘર ભાવાવરણથી ટકે છે.
ભાવાવરણ.
જ્યાં આત્મીયતા છે, પોતીકાપણું છે, સમજદારી છે,
ઉદારતા છે, સ્વાર્પણ છે.
Home is sweet and only sweet
where there is every one
we like to meet.
કેટલાંક લોકો એવા હોય છે.
જેમના માટે ઘર પણ એક જાતની દોડધામ
૨૩૫