________________
DIET
૧૯
સખત તાણ થઈ રહી છે. સ્વીટુ બોલવા લાગ્યો, “મને એ ચોકલેટ આપો. જલદી મને...” સ્વીટુએ નામ આપ્યું એ ચોકલેટ પડોશીનો દીકરો લઈ આવ્યો. સ્વીટુએ એ ચૉકલેટ ખાધી, પણ કોઈ ફેર ન પડ્યો. એ કહે, “મારી સ્કૂલના કેન્ટિનમાંથી આ ચૉકલેટ લઈ આવો.” લાવ્યા. ચૉકલેટ ખાધી. ટેમ્પરરી રિલીફ થઈ ગઈ. એક ચૉકલેટે કૂમળા બાળકની આખી જિંદગી બરબાદ કરી દીધી. એટલે જ આપણી સંસ્કૃતિ કહે છે – જ્ઞાતીમમસાતમ્ | અજાણી જગ્યાથી આવેલ વસ્તુ કે અજાણી વસ્તુ કદી ન ખાઓ. બેટા, આજે ઘરે ઘરે વડીલો બાળકોને ખાવા-પીવાની બાબતમાં ઘણી સલાહ આપતાં હોય છે. ટેલિવિઝન, એસફિયર અને માર્કેટિંગ બાળકનું એટલી હદે Brain Wash કરી ચૂક્યા હોય છે, કે બાળકને પોતાના હિતચિંતકો દુશ્મન જેવા લાગે છે. મારી દીકરી, તું તારું જીવન બરબાદ કરે, એ પણ મને નહીં ગમે. અને અમારી ટકટક તને દુઃખી કરે, એ પણ મને નહીં ગમે. મને તો ગમશે સમજુ દીકરી. સાત્ત્વિક ભોજનનો આનંદ લેતી દીકરી. સ્વાથ્ય અને સંસ્કારોથી સુસમૃદ્ધ દીકરી.
બેટા, જેમ બહારનું ખાવાનું હાનિકારક છે તેમ ઘરનું પણ અયોગ્ય ખાવાનું હાનિકારક છે.