SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ લવ યુ ડોટર કરોડો કોડભરી નારીઓને વિધવા કરી ચૂક્યા છે. કરોડો બાળકોને સાવ જ અનાથ કરી ચૂક્યા છે. મારી દીકરી. તારાથી બને, તો તું કાંઈ એવું કરી બતાવજે કે આ હોનારતમાંથી દુનિયા કંઈક અંશે પણ મુક્ત થાય. પણ તું પોતે જો આ હોનારતમાં સપડાઈ ગઈ તો મારું માથું શરમથી ઝૂકી જશે. તારા પપ્પાને ગૌરવ આપવું કે શરમ એ તારા હાથની વાત છે. I know, drugsનો પ્રચાર વધારવા માટે આજે જાતજાતની જાળો બિછાવવામાં આવે છે. તમાકુંથી માંડીને સેન્ડવિચ અને ચોકલેટ સુધીની વસ્તુમાં Drugsની ભેળસેળ કરીને માણસને અજાણપણે Drugsનો બંધાણી બનાવી દેવામાં આવે છે. બેટા, આ જીવન એવી ફાલતું વસ્તુ માટે ફેંકી દેવા જેવી ચીજ નથી. તારા મનને તું ખૂબ જ દૃઢ અને સંયમિત બનાવજે. જીભની ગુલામીમાંથી તું હંમેશા મુક્ત રહેજે. One wrong step may give you a great fall. Always Beware of it my daughter ! સ્વીટુ સ્કૂલમાં 7th standerdમાં ભણતો હતો. એક દિવસ એ ઘરે હતો, ત્યારે એના બંને હાથ ખેંચાવા લાગ્યા. એ ચીસો પાડવા લાગ્યો. એની મમ્મી ગભરાઈ ગઈ. પડોશીઓ ભેગાં થઈ ગયાં. બધાએ જોયું કે એના હાથોમાં-એની નસોમાં
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy