________________
૧૮૭
EARNING આમાં છેલ્લો પ્રશ્ન એ હોઈ શકે કે આજની મોંઘવારીમાં બે જણે કામ કર્યા વગર છૂટકો જ નથી, તો એનું સરળ સમાધાન એ છે, કે આ રીતે – બધી રીતે દુઃખી થઈને કેરેક્ટરનું રિસ્ક લઈને કમાવાનો પ્રયાસ કરવો એના કરતાં સાદાઈ અને સંતોષપૂર્વક જીવવાનો પ્રયાસ કરવો એ લાખગણો બહેતર છે. આ કળા આવડી જાય, તો મોંઘવારી કદી નડતી નથી. વિદેશીઓ અહીંયા જ થાપ ખાઈ ગયા છે. પહેલા એમણે જીવનધોરણો ખૂબ જ ઊંચા અપનાવી લીધાં પછી માત્ર બે જણ નહીં ઘર આખું કામે લાગે છે, ને તો ય પૂરું પડતું નથી, ઉપરથી બધાં લોનમાં ફસાઈ ગયા છે. હું તો કહીશ કે આ પૂરેપૂરી મૂર્ખામી છે. આ આખી સિસ્ટમ જ ખોટી છે, Always remember my daughter, જેમની આપણા કરતાં અડધી જ કમાણી છે, તેઓ પણ જીવે છે, જેમની તેમના કરતાં પણ અડધી જ કમાણી છે, તેઓ પણ જીવે છે. મહાભારતના વિદુરજી યાદ આવે - सहस्रिणोऽपि जीवन्ति, હજાર રૂપિયાવાળા ય જીવે છે. जीवन्ति शतिनोऽपि हि। ને સો રૂપિયાવાળા ય જીવે છે.