SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ધૃતરાષ્ટ્ર ! વિમુગ્વેચ્છા, न कथञ्चिन्न जीव्यते ॥ લવ યુ ડોટર હે ધૃતરાષ્ટ્ર ! તમે તૃષ્ણાને છોડી દો. કોઈ રીતે નથી જીવાતું એવું નથી. ઇચ્છા અને તૃષ્ણા ઘણા પ્રકારની હોઈ શકે... અમુક જ સીટી... અમુક જ એરિયા... અમુક પ્રકારનું જ ઘર... અમુક જ કપડાં... અમુક જ ઘરેણાં... અમુક જ ફર્નિચર... અમુક જ રાચરચીલું... અમુક ખાસ સગવડો... મારી વ્હાલી, માણસ કદી સિચ્યુએશન્સથી દુ:ખી હોતો જ નથી. એ દુઃખી હોય છે એની ઇચ્છાઓ અને તૃષ્ણાઓથી અને એના આગ્રહોથી. તૃષ્ણા એ એવી રાક્ષસી છે, જે માણસના બધા જ સુખોને ગળી જાય છે. તૃષ્ણા ન હોય તો પરિવાર સાથે બેસીને આનંદથી રોટલો ને મરચું ખાતો મજૂર પણ સુખી છે. તૃષ્ણા હોય તો મોટો ઉદ્યોગપતિ પણ દુઃખી છે. ભર્તૃહરિએ સાચું જ કહ્યું છે — स तु भवतु दरिद्रो यस्य तृष्णा विशाला ગરીબ એ છે જેને તૃષ્ણા ઘણી છે, શેક્સપિયરે બીજા છેડાની વાત કરી છે. A poor & content is rich
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy