________________
૧૮૧
EARNING આ હતી આપણી સ્વર્ણિમ સંસ્કૃતિ જેમાં જાતીય ગંદકીઓ, બળાત્કારો, છૂટાછેડાઓ વગેરેની સંભાવના લગભગ શૂન્ય હતી. આજે એક બાજુ મીડિયા દ્વારા વાસનાને ભડકે બાળવામાં આવે છે અને બીજી બાજુ નારીને સેંકડો-હજારો પુરુષોની વચ્ચે મર્યાદાયીન વેશમાં ઊભી કરી દેવાની હિમાયતો ચાલે છે. પેટ્રોલનો વરસાદ કરીને ફાયર ગન ચલાવવા જેવી આ પરિસ્થિતિ છે. જેનું પરિણામ દુનિયા આખી જાણે છે. મારી વ્હાલી, દુનિયા આપણા હાથમાં નથી, આપણી જાત આપણા હાથમાં છે, આપણી સાથે કદાચ બીજો કોઈ જ દુર્વ્યવહાર ન થાય, તો ય કમ સે કમ હજારો માણસો આપણા ઉપર નજર બગાડવાના એટલું તો નિશ્ચિત છે. શું આ ય આપણને મંજૂર છે? આ એવી સ્થિતિ છે જેમાં વેશ્યા રાજી થાય ને ખાનદાન નારી આઘાત અને વજાઘાત અનુભવે. ધૂળ પડી એ રૂપિયામાં જે આપણી ખાનદાનીને આપણા ચારિત્રને... આપણા સંસ્કારને