________________
૧૮૨
લવ યુ ડોટર આપણા અંતરાત્માના અવાજને... આપણી લજ્જાને સાવ જ ચૂંથીને રફેદફે કરી દે. બેટા, એક મહત્ત્વની વાત એ છે કે નારી આર્થિક બાબત માટે માત્ર એના પતિને જ આધીન હોવી જોઈએ. આજની નારીને આમાં ગુલામી લાગી એટલે એ જાતે પૈસો કમાવા ગઈ. આમાં એને બૉસની આધીનતા સ્વીકારવી પડી. પતિ સિવાયની વ્યક્તિને પરાધીન હોવું, એનાથી મોટું જોખમ બીજું કયું હોઈ શકે ? કોઈ જ જાતના સંબંધ વિના પણ નારીનું શોષણ કરનારા પુરુષોનો તોટો ન હોય એ સમયે બૉસ તરીકે રહેલો પુરુષ આ આર્થિક સંબંધનો ગેરલાભ નહીં ઊઠાવે ? એને રાજી રાખવો એ નારીની નોકરીનો એક ભાગ નહીં બની જાય ? More clear કહું, તો એ એની નોકરીનો આધાર નહીં બની જાય ?
બેટા,
સત્ય ઘણું કડવું છે, સત્ય દીવા જેટલું ચોખ્યું છે, પણ દુનિયા પોતે જ આંખ આડા કાન કરીને પોતે જ પોતાની આંખમાં ધૂળ નાંખીને મોતના રસ્તે દોડવા માંડી છે.