________________
૧૮૦
લવ યુ ડોટર પરિણામે માણસ જ્યાં જાય ત્યાં એની વાસનાપૂર્તિનું સાધન ગોતે છે. એ જાહેર રસ્તા હોઈ શકે. રિક્ષા, બસ કે ટ્રેન હોઈ શકે. દુકાન કે ઑફિસ હોઈ શકે. ઘર અને પરિવારના સુરક્ષાચક્રમાંથી નીકળીને નારી જ્યાં પણ જાય છે, ત્યાં એની સુરક્ષાની કોઈ જ ગેરંટી હોતી નથી. ગિરદીનો લાભ ઉઠાવનારાઓથી માંડીને એકાંતનો લાભ ઉઠાવનારા સુધીના બધાંની વચ્ચે નારી એકલી હોય છે. વાસનાભૂખ્યા વરૂઓની વચ્ચે એ એકલી નારીની સુરક્ષાનું શું? આ પ્રશ્નનો નારીવિકાસવાદીઓ અને નારી સ્વાતંત્ર્યવાદીઓ પાસે કોઈ જ જવાબ નથી. દુર્ઘટનાઓનો દોર ભયજનક રીતે વધી રહ્યો છે. નારી તૂટતી જાય છે. પરિવારો ભાંગતા જાય છે. મારી વ્હાલી,
જ્યારે ટી.વી., ઇન્ટરનેટ, મોબાઇલ, સિનેમા, વલ્ગર ન્યૂઝ પેપર્સ-આમાંથી કશું જ ન હતું, ત્યારે પણ એક નારી કોઈ પુરુષ સાથે વાત કરવામાં સખત સંકોચ અનુભવતી, એને પોતાના અંગો તો શું, પોતાનો ચહેરો સુદ્ધાં દેખાડવામાં પાપ સમજતી,