________________
૧૭૪
લવ યુ ડોટર સતત ટેન્શનનો ભાર સાથે રાખવો અને સતત બધાંના અસંતોષ વચ્ચે જીવવું આ સ્ત્રી ઉપરનો એક અત્યાચાર નહીં તો બીજું શું છે? My dear, વ્યવસાયમાં સ્ત્રી જેમ જેમ સફળ બને છે, તેમ તેમ અંગત જીવનમાં તેની સમસ્યાઓ વધતી જાય છે. એક પત્ની તરીકે અને એક મા તરીકે જ્યારે તે નિષ્ફળ જાય છે, ત્યારે બહારની સફળતાનો કોઈ જ અર્થ રહેતો નથી. વ્યવસાયમાં સફળ થયેલી સ્ત્રી સહજપણે એવું ઇચ્છે છે કે એના પતિદેવ ઘર અને બાળકોની સંભાળ રાખી લે. બીજી બાજુ પતિ સહજ પુરુષ સ્વભાવને કારણે પત્નીની વ્યવસાયિક સફળતાથી ઇગો હર્ટ અનુભવે છે. પરિણામે પત્ની સાથેનું એનું અંતર અને ઘર્ષણ બંને વધતાં જાય છે. બેટા, Never say - આવું ન થવું જોઈએ. એનો કોઈ અર્થ નથી. જે છે એ છે. તમે એને સાવ જ ખોટું સાબિત કરી દો તો ય એ છે. स्वभावो ह्यपर्यनुयोज्यः । Nature એ એવી વસ્તુ છે