________________
EARNING
ધીમે ધીમે એનો સ્વભાવ
ચીડિયો અને વિચિત્ર બનતો જાય છે.
હવે એ નાની નાની વાતમાં ઉકળી જાય છે.
કોઈનું કાંઈ માનતો નથી.
એની સંવેદનશીલતા બુઢી થતી જાય છે
અને કઠોરતા વધતી જાય છે.
બેટા,
પરિવાર એ બીજા ચેંકની કિંમત છે.
સુખ-શાંતિ અને આનંદ એ બીજા ચૅકની કિંમત છે.
સ્વસ્થ અને પ્રેમાળ સંતાન એ બીજા ચેંકની કિંમત છે. સતત સૌહાર્દભર્યું વાતાવરણ એ બીજા ચેંકની કિંમત છે. પહેલા આ બધી કિંમત ચૂકવવી પડે છે,
ને પછી બીજો ચૅક મળે છે.
વાત ફક્ત બીજા માટે પોતાના કૅરિયરનો અને કમાણીનો ભોગ આપવાની નથી.
સ્ત્રી પોતે આ બેવડી ભૂમિકા ભજવવામાં જે દુઃખ વેઠે છે, તેને એ જ સમજી શકે છે.
એ ગમે તેટલી કાર્યનિષ્ઠાથી
ઘર અને વ્યવસાયને સાચવવા જાય.
તો ય બધાં અસંતુષ્ટ રહે છે.
વ્યવસાયમાં બૉસની અપેક્ષા પૂરી કરવાની
અને ઘરમાં પરિવારની
આ બેવડી જવાબદારીમાં સ્ત્રી રહેંસાય છે.
જાણે પોતાની પાછળ
કોઈ જંગલી જાનવર પડી ગયો હોય
તેમ નાસતાં-ભાગતાં રહેવું
૧૭૩