________________
૧૬૮
લવ યુ ડોટર સાંભળવાની બિલકુલ તૈયારી ન હોવી આવી સ્થિતિ એ મોટું જોખમ છે. એક Levelની Luxury જેમના માટે જરૂરિયાત બની જાય છે. તેઓ પરિવર્તિત સંયોગોમાં યા તો આપઘાત કરી લે છે ને યા તો એમનું શેષ જીવન નરક બની જાય છે. જીવનમાં કર્કશતાને વેઠવાની અને પ્રતિકૂળતાને સહેવાની ટેવ હોવી એ ખૂબ જ આવશ્યક છે. બધું જ અનુકૂળ હોય, તો હું સુખી.” આવી જેની સુખની વ્યાખ્યા છે, એની Most of life દુઃખમાં પસાર થતી હોય છે. કારણ કે બધું જ અનુકૂળ હોય એવી પરિસ્થિતિ યા તો આવતી જ નથી ને ક્યારેક આવી જાય તો ટકતી નથી. મારી વ્હાલી, આપણી કુશળતા અને આપણી મહાનતા તો એમાં છે. કે તમામ પ્રતિકૂળ સંયોગોની વચ્ચે ય શારીરિક રોગની સાથે સાથે ય કોઈના કડવા શબ્દોને સાંભળતા સાંભળતા ય આપણે સુખી જ હોઈએ. હકીકતમાં કષ્ટ બહાર હોતું જ નથી. કષ્ટ એ જ છે જેને આપણે મન પર લઈએ છીએ. જેને આ રહસ્યની જાણ નથી, એ દેખીતી રીતે કષ્ટોથી દૂર ભાગતો હોય છે. પણ ખરા અર્થમાં એ કષ્ટો તરફ જ જતો હોય છે.