________________
11 SECRETS
ટોલ્સ્ટોયે મજાની વાત કરી છે -
If you want to be happy, be.
આપણા આનંદને કોઈને આધીન બનાવવો
એ જ મોટું Ignorance છે.
મારી વ્હાલી,
ફાડી નાંખવું... તોડી નાંખવું... કાપી નાંખવું છોડી દેવું... નીકળી જવું
આ બધું તો એક મૂર્ખ પણ કરી શકે છે.
ખરી ને સારી વાત તો છે
ટકી રહેવું અને નિભાવવું. આ જ ઇચ્છનીય છે.
બેટા,
જેની પાસે સાત્ત્વિક તિતિક્ષા નથી
એ એક ભવમાં ઘણા ભવ કરે છે,
અને એમાં એના સાચા સુખનો
એના ચારિત્રનો
ખરેખર કચ્ચરઘાણ નીકળી જાય છે.
My dear,
જીવનમાં કદાચ તું બીજું બધું જ ભૂલી જાય, તો ય આ 11 secrets ને યાદ રાખજે,
આ જ્ઞાન જ તારી ખરી શોભા બનશે. તારું ગૌરવ બનશે
અને તારું સ્વર્ગ બનશે.
Give me promise my dear,
Love you so much.
૧૬૯