________________
૧૬૨
લવ યુ ડોટર પણ આખી દુનિયાએ એનો Plus point જ જોયો છે, એને અપનાવી છે, ને એની નીચે ઊભા રહેવું ખુશીથી સ્વીકાર્યું છે. Smart you are my daughter. હું જે કહેવા માંગું છું, તે તું સમજી ગઈ હોઈશ.
(૧૦) સાત્ત્વિક કાર્યશીલતા :
આપણે ત્યાં એક કહેવત છે – નવરો બેઠો નખ્ખોદ વાળે. આને મળતી એક વિદેશી કહેવત પણ છે – An empty mind is devil's workshop. આપણી ભીતરના દોષો એ devil છે. જયારે આપણે ફુરસદમાં હોઈએ છીએ, નવરાં હોઈએ છીએ ત્યારે તેઓ બહાર નીકળે છે. ને પોતાનું કામ શરૂ કરી દે છે. એ દોષો કામે લાગે એટલે આપણું કામ તમામ થઈ જાય છે. એમનાથી બચવાનો એક જ ઉપાય છે. Always be buisy in good activities. જેઓ કામ કરતાં રહેતા નથી, તેમના શરીર પર ચરબીના થર બાઝે છે અને મન પર મેલના થર બાઝે છે. આ બંને થર સ્વસ્થ જીવનને ખેદાનમેદાન કરી નાંખે છે. મારી વ્હાલી,