________________
11 SECRETS
૧૬૧
વધારે શિક્ષિત અને વધારે આવડતવાળા હોઈએ, તો પણ તેમના પ્રત્યેનું સમર્પણ એ જ આપણા હિતમાં છે. જો આપણે નાના થઈને પણ તેમને સમર્પિત ન થઈ શકીએ તો તેઓ મોટા થઈને આપણને સમર્પિત થઈ જાય એવી આશા રાખવાનો સવાલ જ ક્યાં આવે છે? પરિણામ ? ખેંચતાણ... વ્યર્થ વાદવિવાદ... ગૃહક્લેશ... તંગ વાતાવરણ... સુખનું સત્યાનાશ. અને વહેલા કે મોડા ચારિત્રનો પણ નાશ. બેટા, વડીલો એ છત્ર છે, છત્રનો લાભ તમને ત્યારે જ મળે,
જ્યારે તમે એની નીચે રહો. છત્રની ઉપર ચડવાનો પ્રયાસ એ બેવકુફી છે. ‘ભલે અમારે તડકો ખમવો પડે, ભલે વરસાદમાં પલળીને માંદા પડવું પડે, અમે કોઈની Undeમાં નહીં રહીએ.' આવા સ્વાભિમાન(!)ને તું શું કહીશ? બની શકે કે છત્રીમાં ક્યાંક કાણું હોય, એના કોઈ સળિયામાં કાટ લાગ્યો હોય, કદાચ એવું કશું ન હોય, તો ય છત્રીને સતત અદ્ધર હાથે પકડી રાખવી પડે એ કષ્ટ તો ખરું જ.