________________
11 SECRETS
૧૬૩
આપણે અત્યારે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, જેમાં માણસ ઊર્જાના ખોટા વિકલ્પોમાં ખરાબ રીતે ફસાઈ ગયો છે. આમ એ બાઇક અને કાર વગર ક્યાંય જઈ શકતો નથી અને આમ રોજ સવારે બગીચામાં ગોળ ગોળ ફરે છે. આમ એ કપડાં ધોવાના મશીન પર નભે છે અને આમ જિગ્નેશિયમમાં જઈને કસરતો કરે છે. આ રીતે ડબલ ઊર્જા વેડફાય છે. પર્યાવરણ રફેદફે થાય છે. રોગો વધે છે. ખર્ચા વધે છે. મોંઘવારી માઝા મૂકે છે. ને સરવાળે માણસ હેરાન-પરેશાન થઈ જાય છે. મારી લાડલી, જિગ્નેશિયમના બધાં જ મશીનો અને સાધનો પર
Micro Research કરવામાં આવે તો ખ્યાલ આવે કે તે બધી જ વસ્તુઓ આપણે ત્યાં જુદાં જુદાં રૂપે હતી જ. પથ્થરની ઘંટી રૂપે... વલોણાના રવૈયા રૂપે.. કપડાં ધોવાના ધોકા રૂપે... ઝાડું કે પોતા રૂપે... રોટલી વણવાના વેલણ રૂપે... ચટણી વાટવાના પથ્થર રૂપે... પાણીના બેડા રૂપે... ગાયને દોહવાની પદ્ધતિ રૂપે... સાંબેલા રૂપે... ખાંડણિયા રૂપે... ચૂલો ફૂંકવાની ફૂંકણી રૂપે... રોટલા ટીપવાની પદ્ધતિ રૂપે... વગેરે વગેરે...