________________
લવ યુ ડોટર When’ની બાબતમાં હજુ એક વાત – આયુર્વેદમાં આપણા જઠરને “કમળ’ કહ્યું છે. નાભિકમળ. જેમ સૂરજ ચઢે તેમ કમળ ખીલે અને જેમ સૂરજ ઢળે તેમ કમળ બીડાતું જાય. આપણી હોજરીની સ્થિતિ પણ એવી જ છે. માટે મધ્યાહુનના સમયે આપણે ભરપેટ જમવું જોઈએ. સવાર-સાંજે બહુ જ ઓછું. અને રાતે બિસ્કુલ નહીં. अतो नक्तं न भोक्तव्यम् । આધુનિક મેડિકલ સાયન્સ આયુર્વેદની આ માન્યતાને ઘણી રીતે ટેકો આપ્યો છે. I suggest you a book - Rld vidi udai એ બુકથી આ વિષયમાં તને ઘણું નોલેજ મળી જશે.
Number 3 - What ? આપણે ત્યાં એક સરસ મજાની કહેવત છે –
તાજું ખાય વખતસર સૂવે,
તેનો રોગ ધ્રુસકે રુવે. તાજું આ એક જ શબ્દ હોટલ, લારી, પેક-ફૂડ, ટીન-ફૂડ, જંકફૂડ, બોટલ-ફૂડ બધાં ઉપર ચોકડી લગાડી દે છે.
છગને એક વાર એના ફેમિલી ડૉક્ટરને પૂછ્યું, “બજારું મીઠાઈ-ફરસાણ ખાવામાં તો વાંધો નહીં ને?” ડૉક્ટરે બહુ નિખાલસતાથી જવાબ આપ્યો, “ના રે, એ જ તો મારા જીવનનો આધાર છે.”
My dear, I ask you one question. એક માણસ તારું ભોજન ઝૂંટવી જાય છે.