________________
DIET જેને “આમ' કહેવામાં આવે છે, તે બરાબર પચી જાય, ઘણા રોગોથી બચી જવાય. અને બપોર સુધીમાં તાજી અને સાચી ભૂખ લાગે. એ સ્થિતિમાં માણસ જે ભોજન લેશે, તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. બરાબર પચી જશે. શરીરના પાચકરસો આ સ્થિતિમાં સક્રિય થતાં હોય છે.
પણ
આપણી વૃત્તિ એવી છે, કે આવી સલાહ કોઈ ડૉક્ટર આપશે, તો આપણે ડૉક્ટર બદલી નાખશું. Am I right my dear ? આ તો મને પૂરો વિશ્વાસ છે, કે તું મને બદલી નહીં નાખે, એટલે કહું છું. આયુર્વેદના એક નિષ્ણાત. એક લાખ શ્લોકોના ગ્રંથો લઈને રાજાની પાસે આવ્યા. રાજાને જાણવામાં રસ તો હતો, પણ એની પાસે એટલો Time ન હતો. Just like us. રાજાએ કહ્યું, “મને shortમાં બધો સાર આપી દો.”
એક જ શ્લોકમાં. ના ૧/૪ શ્લોકમાં. બસ.” નિષ્ણાત સમય માંગ્યો. ખૂબ મહેનત કરીને ફરી રાજા પાસે હાજર થયાં. અને સમસ્ત આયુર્વેદનો સાર આપી દીધો. ની મોનનમાત્રેય: I' આત્રેય કહે છે કે – “ભોજન ત્યારે જ કરવું, જ્યારે જૂનું ભોજન પચી ગયું હોય.”