SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ લવ યુ ડોટર કરોડો લોકો આ Stupidityનો ભોગ બન્યા છે. જેનો સીધો ફાયદો ડૉક્ટર્સ, હૉસ્પિટલ્સ અને મેડિકલ સ્ટોર્સને થાય છે. Number 2 - When ? નીતિવાક્યામૃતમ્ કહે છે – क्षुत्काल एव भोजनकालः । તમને ભૂખ લાગી હોય ત્યારે જ ખાઓ. જઠરાગ્નિથી ભૂખ લાગે છે. અગ્નિ વિના ઈંધણ નાખો, તો એનો સડો જ થવાનો છે. ભૂખ વગર ખાવું એ ભ્રષ્ટાચાર છે. માણસ સ્વાદ માટે ભૂખ વિના ય ખાય છે. પણ એને ખબર નથી. કે સ્વાદનો જેટલો સંબંધ વાનગી સાથે છે, તેનાથી વધુ સંબંધ ભૂખ સાથે છે. મહાભારતમાં કહ્યું છે – सम्पन्नतरमेवान्नं दरिद्रा भुञ्जते सदा । क्षुत् स्वादुतां जनयति, सा चाऽऽढयेषु सुदुर्लभा ॥ ગરીબો હંમેશા વધુ વૈભવી ભોજન લેતા હોય છે. ભૂખ સ્વાદિષ્ટતાનું નિર્માણ કરે છે અને શ્રીમંતોને ભૂખ એ ખૂબ દુર્લભ હોય છે. Actualy, જે માણસને કકડીને ભૂખ લાગતી હોય, એને ટાટા-બિરલા સમજવો જોઈએ. He is the actual rich. જો માણસ સવારનો નાસ્તો છોડી દે, તો જૂનો વધારાનો ખોરાક,
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy