SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ DIET છગને પૂછ્યું, “ડૉક્ટર સાહેબ, ખાવા-પીવામાં..?’ ડૉક્ટરે જવાબ આપ્યો, “સાદો ખોરાક બધો લઈ શકાશે.’’ “અને ડૉક્ટર સાહેબ ખીચડી-કઢી જેવુ ?' “લઈ શકાશે. વાંધો નહીં.’ “અને પૌઆ-ઉપમા લેવાય ?’’ “કહ્યું ને ? સાદો ખોરાક બધો લેવાશે.’’ “હા ડૉક્ટર સાહેબ અને રોટલી-શાક લેવાય ?’’ “હા, લેવાશે.” “અને થોડું લીંબુ પાણી અને સેવ-મમરા...’ “તમારે જે ખાવું હોય એ ખાવ, પણ મારું માથું નહીં ખાવ.” Do you know my dear, કોઈ પ્રાણી માંદું પડે એટલે પહેલું કામ શું કરે ? ખાવાનું બંધ કરી દે. એટલે એ વહેલામાં વહેલું સાજું થઈ જાય. How smart ? No ? માણસ આ બાબતમાં ઘણો પછાત છે. એ માંદો પડે એટલે એની ખાવા-પીવાની ઉપાધિ વધી જાય છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે - अजीर्णे भोजनत्यागी । ૯ અજીર્ણ એટલે હજી જૂનું ભોજન પચ્યું ન હોય એવી સ્થિતિ. આ સ્થિતિમાં નવું ભોજન ન લેવું જોઈએ. We are on ‘Why ?' જો આહાર લેવાનો Purpose દૈનિર્વાહ જ છે, તો પછી જે આહાર લેવામાં શરીરને નુકસાન થાય, એ આહાર શી રીતે લઈ શકાય ?
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy