SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ SOCIETY ૧૧૭ પતિ પોતાનો જાન પણ જેના માટે આપી દેવા તૈયાર હોય, એના પર એ થોડો-ઘણો આધિપત્યનો ભાવ રાખે, તો એમાં ખોટું શું છે ? એવું હોય, તો ય સ્ત્રી જ પ્લસમાં છે. પતિને પરમેશ્વર માનવાની આપણી સંસ્કૃતિ જેમને સમજાતી નથી. તેમનું અણસમજનું ક્ષેત્ર ઘણું મોટું છે. ખોટા ગુમાનમાં તેઓ લાખોગણી ગુલામી સ્વીકારી લેતા હોય છે. મારી વ્હાલી, લગ્ન એ મહત્ત્વપૂર્ણ અર્થસભર સંબંધ છે, એને સફળ બનાવી શકાય છે. તને કદાચ ખબર નહીં હોય, લગ્ન એ તો જ્યોતિષશાસ્ત્રનો મુહૂર્ત-સંબંધી શબ્દ છે. આપણે જેને “લગ્ન' કહીએ છીએ, એના માટેનો ખરો શબ્દ છે “વિવાહ.” વિ + વેદ્ ધાતુથી આ શબ્દ બન્યો છે. જેનો અર્થ છે વિશેષથી વહન કરવું – ઉપાડવું. આ સંદર્ભમાં પતિ માટેનો સમાનાર્થી શબ્દ છે – વિવોઢા, જેનો અર્થ છે વિશેષથી વહન કરનાર. એક પુરુષ એક સ્ત્રીની બધી જ જવાબદારીઓને પોતાના માથે લઈ લે એનું નામ છે વિવાહ. આધુનિક સ્ત્રી જેને સ્વતંત્રતા સમજે છે.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy