________________
૧૧૮
લવ યુ ડોટર એની કિંમત એ આ બધી જ જવાબદારીઓને માથે લઈને ચૂકવે છે. જે જવાબદારીને ઉપાડવી એના માટે હકીકતમાં શક્ય જ નથી હોતી.
બેટા,
લગ્નજીવન એ સ્ત્રીનું સ્વર્ગ છે. સાધ્વી/સંન્યાસિનીને બાદ કરીએ તો અપરિણીતા સ્ત્રી નરકની યાતનાઓ ભોગવતી હોય છે. વિદેશમાં આના લાખો ઉદાહરણો છે. “આ ભાર કોણ ઉપાડે ? એવી મેન્ટાલિટીથી ત્યાંના પુરષો પરણતા નથી. પ્રેમના ભાવાવેશમાં ક્યારેક કોઈ એની ગર્લફ્રેન્ડને મૅરેજ માટે પ્રપોઝ કરી દે ત્યારે એ છોકરી હર્ષની કિકિયારીઓ કરી મૂકે છે. કેટકેટલી ઉદાસીઓનું પ્રતિક હોય આ હર્ષ. તું સમજી રહી છે ને બેટા? આપણે ત્યાં વિચિત્ર પરિસ્થિતિએ પગ-પેસારો કરવાનું શરૂ કરી દીધું છે. લગ્નચ્છુક પુરુષો હોવા છતાં પશ્ચિમની આંધળી દોટમાં એવી દલીલો કરનારી સ્ત્રીઓ દેખા દે છે. કે “લગ્નની શું જરૂર છે ?' પણ આ પ્રશ્નનો ખરો જવાબ તેમને મળી જાય.