SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ લવ યુ ડોટર તેમ સ્ત્રી પણ પતિને આધીન રહીને શીલની સુરક્ષાનો લાભ મેળવતી જ હોય છે. જૉબ કરતાં માણસને જેમ “આધીનતા નથી દેખાતી હોતી, પણ ‘લાભ' જ દેખાતો હોય છે, બરાબર તે જ રીતે આ બાબતમાં પણ સમજવું જોઈએ, મારી વ્હાલી, તે અવાર-નવાર એવા News જાણ્યા હશે, કે કૉલેજની છોકરીને કોઈ નરાધમોએ આંતરી, એનો બૉયફ્રેન્ડ ભાગી ગયો. ને એ બિચારી એમનો શિકાર બની ગઈ. Why did he run away ? Yes my daughter, find out the answer. કારણ કે એ બૉયફ્રેન્ડને એ છોકરીની જવાબદારી જેવો કોઈ અહેસાસ જ ન હતો. આની સામે એવા thousands of examples છે, જેમાં પતિએ પત્નીની સુરક્ષા માટે પોતાની જાનની પણ બાજી લગાવી દીધી હોય કે પોતાનો જાન સુદ્ધાં આપી દીધો હોય. લગ્ન એ બંધન નથી બેટા. એ બંધન છે, તો નરાધમો માટે, એ એમને સ્ત્રીનું શોષણ કરતા અટકાવે છે. સ્ત્રી માટે તો લગ્ન એ સુરક્ષા છે. પૂર્ણ સુરક્ષા.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy