________________
૧ ૧૫
SOCIETY એ છે સ્ત્રી. ૬૦-૬૫ વર્ષની ઉંમરે ય એ મજૂરી કરે છે. ફરજિયાત ઘર-ખર્ચ આપે છે અને સતત અસલામતી અનુભવે છે. પુરુષ એને જ્યારે કાઢી મૂકે ત્યારે એણે નીકળી જવું પડે. નીકળીને જવું ક્યાં? એ પ્રશ્નનો એની પાસે કોઈ જ જવાબ નથી. કદાચ એની જિંદગી પૂરી થઈ જાય, તો ય આ સવાલનો જવાબ મળતો નથી. કારણ કે એ જ્યાં પણ જાય ત્યાં અસલામતીની તલવાર એના પર લટકતી જ રહેતી હોય છે. આધુનિક નારીને ખબર નથી, કે પરાવલંબી હોવું એ જેમ પુરુષ માટે કલંકરૂપ છે એમ સ્વાવલંબી હોવું એ સ્ત્રી માટે કલંકરૂપ છે. બીજા શબ્દોમાં કહું, તો એક સ્ત્રી માટે પરાવલંબન એ જ ખરા અર્થમાં સ્વાવલંબન હોય છે. જૉબ કરતો માણસ બૉસને આધીન રહે છે, અને તેના દ્વારા આર્થિક લાભ મેળવે છે.