________________
૧૧૦
લવ યુ ડોટર તો તેઓ એવો ધંધો જ ન કરતા હોત. મારી વ્હાલી, તારી મર્યાદા કોઈને પસંદ ન પડે, ને એ લોકો તને મણિબહેન કહે એટલા માત્રથી તારે તારી લાઇફ-સ્ટાઇલમાં ચેન્જ કરી દેવો, એ જરૂરી નથી. તારે તારું રિમોટ એમના હાથમાં શા માટે આપી દેવું જોઈએ? એક મણિબહેન મેડોના બન્યા બાદ જે દુઃખો ભોગવતી હોય છે, એની એમને ખબર હોતી નથી, અને ખબર હોય, તો એની એમને ફિકર હોતી નથી. Use your own brain my daughter, છોકરી એવી કોમેન્ટ્સને મન પર લે, અને એનો ડ્રેસ, એનું બિહેવિયર - બધું ચેન્જ કરી દે, એટલે પછી એ લોકો જ એને “ચાલુ'નો ઇલ્કાબ આપી દેતા હોય છે. બેટા, આપણો પહેરવેશ અને આપણી વર્તણૂંક સમાજમાં એક ચોક્કસ ઇમેજ ઊભી કરે છે. આમાં છૂટછાટ લેતી છોકરી અંગત જીવનમાં-ખાનગીમાં અનિચ્છનીય છૂટ-છાટો લેતી હશે. એવી સહજ કલ્પના લોકોને થતી હોય છે. આ સ્થિતિમાં