________________
અહિત કાન
ચિત્ર : ૩૦ જપ સયાઓના સમયમાં, કાળવેળાએ ક્યારેક રાત્રે પણ હું મન્નાધિરાજશ્રી નવકારનો જપ કરતો હતો. અહા ! માનવલોકની કેરીનો કે દેવાત્માઓના અમૃત રસાસ્વાદ તો આ જપના રસ પાસે અત્યંત ફીકકો લાગે. જપના સમયમાં પરમેષ્ઠી ભગવંતોની સાથે એકાકાર બની જતો હતો. મારાથી જપ-માળા કેમે ય મુકાતી ન હતી.
ચિત્ર ઃ ૩૧ વિહાર શેષકાળના સમયમાં મારા ગુરુદેવાદિ મુનિવૃન્દ સાથે હું ગ્રામાનુગ્રામ વિહાર કરું છું. મારી ઉપધિ હું બાંધું છું, તદુપરાન્ત મારા ગુરુદેવાદિ વડીલોના ઉપકરણે પણ લઉં છું. ભાર ઊંચકવા છતાં વૈયાવચ્ચના રસના કારણે મને કદી તે ભાર લાગતો નથી.
એક ગામથી બીજે ગામ, બીજે ગામથી નિત્ય નવા તીર્થોની સ્પનાઓ, જિનમંદિરોમાં અદૂભુત પ્રતિમાજીનાં દર્શને, અનેક મુનિઓ સાથે મિલન, દર્શન વંદનાદિ વગેરે.... આ બધું ય મને અત્યત આહ્લાદક અને મારા સંયમધર્મમાં વૃદ્ધિકારક બની રહ્યું છે.
Scanned by CamScanner