________________
હિંત દયાના
લીધે. એક જ પળમાં તેઓ ને થાળ સાથે પ્રભુની પાસે આવીને ઊભા રહ્યા.
શ્રોતાગણો ઘણા ચકોર હતા. સઘળી પરિસ્થિતિ પામી ગયા. મનનન મને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા લાગ્યા. “આપણે રહી ગયા અને ભરતનો આ પુણ્યાત્મા એનું કલ્યાણ આરાધી ગયો !'' '
એવો મનોગત ભાવ અનેકના મોં ઉપર સ્પષ્ટ થતો હતો.
અદૂભુત વાત્સલ્ય સાથે પ્રભુએ મને કહ્યું, “પુણ્યવાન! સંયમરત્ન લોવાને તને મનોરથ જાગ્યા છે? તો લે, હું તારી વિકસિત પાત્રતા જાણીને મારા હાથે તને રજોહરણ આપુ છું અને સામયિક વ્રત ઉચ્ચારવું છું.” આમ કહીને પરમાત્મા સિંહાસન ઉપર ઊભા થયા. ઈદ્રના થાળમાંથી આઘો લીધે મેં ત્રણ નવકાર ગણીને બે હાથ વડે ધો લીધો. પછી પ્રભુએ મને “કતિ ભંતે સૂત્રનો પાઠ બોલીને સામાયિક વ્રત આપ્યું.
અહો ! કેવી તે મારા જીવનની સર્વોત્તમ પળો હતી! જીવનની સર્વોત્કૃષ્ટ ધન્યતાને હું તે વખતે સ્પર્શી રહ્યો હતો! વિશ્વમાત્રના સર્વ જીવ સાથે હવે મારો મૈત્રીભાવ! સર્વ સાથે સ્નેહપરિણામ! અરે ! આનાથી અધિક તો માનવજીવનનું બીજું કયું સાફલ્ય હોઈ શકે? એ પિતાનું વર્ણન કરવા માટે મારી વાચા વિલય પામી ગઈ હતી.
Scanned by CamScanner