________________
હિલ ધ્યાન
પામ્યા પ્રભુ નરભવ છતાં રણમાં રડયા જેવું થયું, ધોબી તણા કુત્તા સામું મમ જીવન સહુ એળે ગયુ....૧૮ હું કામધેનું કલ્પતરુ ચિંતામણિના પ્યારમાં, ખાટાં છતાં ઝખ્યા ઘણું બની લુબ્ધ આ સંસારમાં જે પ્રગટ સુખ દેનાર તારો ધર્મ તે સેવ્યા નહિ, મુજ મૂર્ખ ભાવાને નિહાળી નાથ ! કર કરુણા કઈ....૧૯ મે' ભાગ સારા ચિતવ્યા, તે રોગ સમ ચિંત્યા નહિ આગમન ઈચ્છયું ધન તણુ' પણ મૃત્યુને પ્રીચ્છછ્યું નહિ. નહિ ચિંતવ્યું મેં નરક કારાગાર સમ છે નારીઓ, મબિંદુની આશા મહીં ભય માત્ર હું ભૂલી ગયા...૨૦ હું શુદ્ઘ આચારા વડે સાધુ હૃદયમાં નવ રહ્યો, કરી કામ પર–ઉપકારનાં યશ પણ ઉપાર્જન નવ કર્યા, વળી તીર્થના ઉદ્ધાર આદિ કોઈ કાર્ય નવ કર્યા. ફોગટ અરે ! આ લક્ષ ચારાશી તણા ફેરા ફર્યા....૨૧ ગુરુવાણીમાં વેરાગ્ય કેરો રંગ લાગ્યો નહિ અને, દુર્જન તણાં વાકયા મહી શાંતિ મળે કયાંથી મને; તરુ` કેમ હુ'સંસાર આ, અધ્યાત્મ તા છે નહિ જરી, તૂટેલ તળિયાના ઘડા જળથી ભરાયે કેમ કરી ?....૨૨ મે પરભવે નથી પુણ્ય કીધું ને નથી કરતા હજી. તા આવતા ભવમાં કહા કયાંથી થશે હું નાથજી;
Scanned by CamScanner
૮૪