________________
જ
નેત્ર બાણોને પયોધર નામને સુંદર કટી, શણગાર સુંદરીયા તણાં છટકેલ થઈ જેમાં અતિ...૧૩ મૃગનયની સમ નારી તણાં મુખ ચંદ્ર નિરખવા વતી, મુજ મન વિષે જે રંગ લાગ્યો અ૬૫ પણ ગાઢો અતિ, તે શ્રત રૂપ સમુદ્રમાં ધાયા છતાં જતો નથી. તેનું કહે કારણ તમે બચુ કેમ હું આ પાપથી....૧૮ સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણ તણે નથી. ઉત્તમ વિલાસ કળા તણી દેદીપ્યમાન પ્રભા નથી; પ્રભુતા નથી તો પણ પ્રભુ અભિમાનથી અકકડ કરું; ચોપાટ ચાર ગતિ તણી સંસારમાં ખેલ્યા કરુ..૧૫ આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે; ઔષધ વિષે કરું યત્ન પણહું ધર્મને તે નવી ગણું બની મોહમાં મતાન હું પાયા વિનાના ઘર ચણું....૧૬ આત્મા નથી પરભવ નથી, પુણ્ય પાપ કશું નથી, મિથ્યાત્વીની કટુ વાણી મેં ધરી કાન પીધી સ્વાદથી રવિ સમ હતા જ્ઞાને કરી પ્રભુ ! આપ શ્રી તો અરે ! દીવો લઈક્વેડપ ધિક્કાર છે તે મુજને ખરે !..૧૭ મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચહી, ને શ્રાવક કે સાધુઓને ધર્મ પણ પાળ્યો નહિ;
Scanned by CamScanner