________________
િછરિહતાણા )
ચિત્ર: ૫ આત્મસાક્ષાત્કાર પણ આ તે બધી મારા પ્રાથમિક વિકાસની ભૂમિકાની દોષ શુદ્ધિ હતી, ગુણપ્રાપ્તિ હતી. ધર્મને વાસ્તવિક આરંભ તે મારે હવે જ કરવાનો હતો.
ગુરુ-મુખે સાંભળ્યું હતું કે “આત્મસાક્ષાત્કાર વિના ધર્મને વાસ્તવિક આરંભ થઈ શકે નહિ.” એટલે મને હવે તે આત્મસાક્ષાત્કારની લગની પેદા થઈ
મારી સામે જ ઊભેલા પ્રસન્નવદન પરમપિતાને મેં કહ્યું, “એ, આત્મદર્શક વિભુ! આપ મને આત્મસાક્ષાત્કાર કરાવો જેથી હું ધર્મતત્વને વાસ્તવિક સ્પર્શનાકરુ.”
મેં જેવી આ પ્રાર્થના કરી કે તરત જ પ્રભુની આજ્ઞાચક્ર [બે ભ્રમરની વચ્ચે તિલક કરવાને ભાગમાંથી પ્રકાશ છૂટવા લાગ્યો. જે મને પગથી માથા સુધી વ્યાપી ગયો. તે વખતે મારી આંખો એકદમ મીંચાઈ ગઈ. અને પછી મને અત્યંત ઝળહળાટમય તેજને પુંજ દેખાવા લાગ્યો.
બપોરના બે વાગ્યાનો ધગધગતા સૂર્ય કેવો હોય ? તેની સામે જે નજર કરવામાં આવે તે કેવો પ્રકાશમય ઝળહળાટ દેખાય ?
હા...બસ... તે જ પ્રકાશમય ઝળહળાટ મને મીંચેલી આંખે દેખાવા લાગે.
-
૬૮
Scanned by CamScanner