________________
|
ઇલાજ છે !
જગદંબાની આ મહાકરૂણ જ અમને સહુને ઊંચે લાવી રહી છે ને? કલિકાલ સર્વજ્ઞ ભગવંતે આ જ વાત કરી છે ને? “મેવાસાત વાહં ઇયતી પ્રાપિતો મુવમ.”
ચિત્ર ઃ ૩ નિગ્રહસ્વરૂપે દોષદહન થોડીક પળી સુધી તો જગદંબાની એ મહાકરુણાના સ્નાનમાં જે મેં પસાર કરી. ત્યાં એકાએક નવી જ ઘટના બની. એ દૂધની ધારા જેવી કરુણ વિલય પામી ગયા. જે પ્રભુ અત્યાર સુધી માતા જેવા વાત્સલ્યમૂર્તિ દેખાતા હતા તેમની મુખાકૃતિ હવે પિતા જેવી ગંભીર દેખાવા લાગી. તેમના મુખમાંથી કૂક કૂક કૂક કૂક એવા સૂક્ષ્મ અવાજ સાથે અગ્નિને ભડકે પ્રગટ થયો. તે ભડકે સીધે મારી ઉપર આવ્યો. અને મારા સમસ્ત દેહને ફરી વળ્યો. મારો દેહ જ નહિ; મારો આત્મા પણ એ અગ્નિથી લપેટાઈ ગયો. અને... અને.... થોડીક જ વારમાં એ અગ્નિના પ્રભાવે મારા સકળ કર્મો બળીને ખાખ થઈ ગયા ! દેહ પણ રાખ થઈ ગયો!
અહો! આ અગ્નિ ને બીજું કાંઈ જ ન હતું પણ પરમપિતાની નિગ્રહસ્વરૂપ કરુણ જ હતી. એણે મારા સ્થૂલ દેહનું અને સૂક્ષ્મ કર્મોનું દહન કરી નાખ્યું.
હાશ! મારો આત્મા કર્મોના ભારથી હળવો થઈ ગયો!
Scanned by CamScanner